મોરબી તાલુકાના જૂની પીપળી ગામ અને હળવદ તાલુકાના માનગઢ ગામ્ સ્થાનિક પોલીસ દ્વારા જુગારની બે રેડ કરવામાં આવી હતી આ બંને રેડ દરમિયાન કુલ મળીને ૧૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૪૭૧૭૦ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના જૂની પીપળી ગામે વણકરવાસની અંદર રહેતા ત્રિભુવનભાઈ કલાભાઈ મકવાણા રહેણાંક મકાનની અંદર જુગાર રમી રહ્યા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેથી કરીને બાતમીના આધારે ત્રિભોવનભાઇ મકવાણાના ઘરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ત્રિભોવનભાઇ મકવાણા, મુકેશ ભાઈ બીજલભાઈ ઉભડિયા, ધર્મેન્દ્રભાઈ બેચરભાઈ મકવાણા, મહેશભાઇ બીજલભાઈ, દિનેશભાઇ બિજલભાઇ, કમલેશભાઈ પૂજાભાઇ, ત્રિભોવનભાઇ મોહનભાઇ, જયંતિભાઇ કેશાભાઇ અને જીતેન્દ્રભાઇ કાનજીભાઇ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૦૩૦ની રોકડ સાથે નવ જુગારીની ધરપકડ કરી હતી
હળવદ તાલુકાના માનગઢ ગામે જુગાર રમતા હોવાની પોલીસને હકીકત મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા માનગઢ ગામે જુગારની રેડ કરવામાં આવતા નિલેશભાઈ ધીરુભાઈ પટેલ, મુકેશભાઇ જાદવજીભાઈ પટેલ, રતિલાલભાઈ હરજીવનભાઇ પટેલ, દલસુખભાઈ ઇશ્વરભાઇ કોળી, શૈલેષભાઈ બાલજીભાઈ પટેલ, દિનેશભાઇ સુંડીભાઇ પીટડીયા, બેચરભાઇ માવજીભાઇ પાટડીયા અને ભરતભાઇ કેશાભાઇ પાટડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮થી જુગારીઓની રૂપિયા ૨૧૧૪૦ રોકડા તેમજ બે મોબાઇલ ફોન મળીને ૨૨૧૪૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide