મોરબીના પીપળી ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
165
/

મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ સીરામીક યુનિટમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામની સીમમાં શિવપાર્ક પાસે આવેલ સાઈ વર્લ્ડ સીરામીક કારખાનામાં રહેતી મમતાબેન જ્ઞાનસિંગ પવાર (ઉ.વ.18) નામની પરપ્રતિય યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીને તેના વતન જવું હોય પણ પરિવારજનોએ હમણાં જવાની ના પડતા લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/