રવાપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો : આવશયક ચીજ વસ્તુ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રાખી શકાશે
મોરબી પેઇન્ટ એંસો. દ્વારા પણ બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
મોરબી : મોરબી જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે તેમજ રવાપર ગામ અને સોસાયટી વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ને હાલ રવાપર ગામ હદ વિસ્તારમાં આવતી તમામ દુકાનોને તા.31-07-2020 સુધી સવારના 8 થી બોપરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રવાપર ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડી જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસના પગલે રવાપર ગ્રામ પંચાયતની હદમાં આવતી આવશયક સેવા અને મેડીકલ સ્ટોર સિવાયની દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide