મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન અજય લોરિયા ફરી શહીદોના પરિવારની વ્હારે

0
456
/

મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું : આગાઉ પણ અજય લોરિયા દ્વારા શહીદોના પરિવારને ઘરે જઈને આર્થિક સહાય કરી છે

(અતુલ જોશી) મોરબી:મોરબીમાં ચીનની ચીજ વસ્તુઓને સળગાવી અને વિરોધ કર્યા બાદ યુવા ઉદ્યોગ પતિ સામાજીક કાર્યકર અજય લોરીયા દ્વારા આજથી ભારત ચીન સરહદ પર આવેલ ગલવાન ઘાટીમાં શહીદ થયેલાં વીર જવાનોને મદદ રૂપ થવાનો પ્રયત્ન શરૂ કર્યો છે

જેમાં આ શહીદ સૈનિકો ના પરિવારને આર્થિક સહાય માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં નાના માં નાના લોકોનો પણ સાથ મળી રહે એ માટે સ્ટોલ મારફત યુવા ઉદ્યોગકાર અજયભાઈ દ્વારા સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે જે લોકો પોતાની અનુકુળતા મુજબ ફંડ આપી શહીદોના પરિવારને મદદ કરી શકે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલા 44 જેટલા વીર જવાનો ને ઘરે રૂબરૂ જઈને 58 લાખથી વધુની સહાય કરવામાં આવી છે આ સિવાય પણ હજુ 16 લાખ આ શહીદો પેટે ની આર્થિક સહાય ની રકમ જમા છે જેને પણ ભારત ચીન બોર્ડર પર ગલવાન ઘાટી માં શહીદ 20 સેનાના વીર જવાનો ના પરિવાર ને આર્થિક સહાય માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું છે જે મોરબી શહેર થી લઈને મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને બાદમાં એકત્ર કરી શહીદો ના પરિવારને આપવામાં આવશે આ વખતે પણ અજય લોરીયા દ્વારા 60 લાખથી વધુ સહાય વીર શહીદોના પરિવાર માટે આપવાનો સુદ્રઢ અભિગમ હાથમાં લેવામાં આવ્યો છે

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જણાવ્યું હતું કે શહીદોના પરિવારને લાગણી અને હુંફની સાથે આર્થિક મદદની પણ જરૂર હોય છે જે આ સમયમાં અત્યંત જરૂરી છે અમુક શહીદોના પરિવાર તો ઘરના મોભી પણ હોતા નથી ત્યારે આ આર્થિક સહાય શહીદોના પરિવાર માટે અત્યંત ફળદાયી નીવડે છે જેથી લોકો વીર શહીદોના પરિવાર ને જેમ બને એમ આર્થિક સહાય માટે મદદ રૂપ થાય તે અત્યંત જરૂરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/