મોરબીના રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટ ક્વોરોન્ટાઇન કરાશે

0
622
/

મોરબી : મોરબીના રવાપરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દર્દી જ્યાં રહે છે તે શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટોને ક્વોરોન્ટાઇ કરવાનું નક્કી કરાયું છે.

મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ રજનીભાઇ વજરિયા ઉ.વ. 47ને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઘટના બાદ એસપી ડો. કરનરાજ વાઘેલા, પ્રાંત અધિકારી ખાચર, મામલતદાર જાડેજા, રોગચાળા નિયંત્રણ અધિકારી સી.એલ.વારેવડીયા, પીઆઇ ચૌધરી અને સરપંચ સહિતના શુભ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે હેમાંગભાઈને ગત તા. 31ના રોજ તાવ આવતો હોય તેઓ નિદાન માટે ગોકુલ હોસ્પિટલમાં પણ ગયા હતા. બાદમાં આજે બપોરે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સાંજે જ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. હેમાંગભાઈ સરદારબાગ સામે આવેલી એસબીઆઈ બેંકમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં તેઓનો પુત્ર અને પત્ની છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/