મોરબીમાં ફરી કોરોનાનો કેસ : રવાપરના 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

0
382
/

મોરબી : મોરબીમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં રવાપરના એક 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આમ આજના દિવસે જિલ્લામાં કુલ બે કેસો નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે હળવદમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારબાદ ફરી મોરબીમાં પણ કોરોનાનો કેસ સામે આવ્યો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ રજનીભાઇ વજેરિયા ઉ.વ.47 નો રીપોર્ટ હાલ પોઝિટિવ આવેલ છે. તેઓ બેંક કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.હાલ તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. આ દર્દી કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે આરોગ્ય વિભાગે તપાસ આદરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/