મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59

0
986
/

આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 59 થઈ ગઈ છે.

વાવડી રોડ પર નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ જીવન જ્યોત સોસાયટી, ગાયત્રીનગરની બાજુમાં, વાવડી રોડ ઉપર રહેતા અનુબેન સુરેશભાઈ ભાટિયા (ઉ.48) નામના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબીમાં કોરોનાનો પગ પેસારો સતત વધી વધી રહ્યો છે. જોકે આ સાથે આજે કોરોનાગ્રસ્ત મોરબીના મહેશ હોટલના માલીક 44 વર્ષ અને વાંકાનેરના જિનપરા વિસ્તારના રહેવાસી 40 વર્ષના પુરુષની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવેલ છે.
(રેપોર :રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/