ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી

0
156
/
/
/

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલ પવનચકીની ઉપરની કેબિનમાં આજે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.પવનચક્કીમાં આગ લાગતા ધૂમડાંના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.પવનચકીમાં આગ લાગ્યાની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.જોકે આ અગે ગામલોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પવનચકીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે અને આગ પવનચકીમાં ફેલાય રહી છે.પણ હજુ સુધી સંબધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચેલ નથી.

( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી )

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner