મોરબી : મોરબીના શનાળા રોડ પર યદુનંદન પાર્કમાં રહેતા એક આધેડએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્કની શેરી નં. 1માં રહેતા અને મૂળ લુણસરના વતની 52 વર્ષીય મનસુખભાઈ મહાદેવભાઈ વસીયાણીએ ગઈકલે રાત્રિ દરમ્યાન અજાણ્યા કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક મનસુખભાઈ મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગરમાં આવેલ વિવેકાનંદ કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide