મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્ર કેન્દ્રને ભેટમાં અપાયું

0
23
/

મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં ચિત્ર અને શોર્ટ વિડીઓ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવીડ-19ના અનુસંધાને શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રોમાં બાબરીયા મુકેશભાઈ રતીલાલભાઈના ચિત્રનો પણ સમાવેશ થયો હતો. જે તેઓએ કેનવાસમાં પેન્ટીંગ કરી ફૉટો ફ્રેમમાં મઢાવી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબીને ભેટ આપેલ છે. આ તકે કેન્દ્રના એલ. એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટએ બાબરીયા મુકેશભાઈ રતીલાલભાઈનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ તેઓ પોતાનાં વ્યવસાયમાં ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/