મોરબીની કોર્ટમાં વકીલ અને જજની સાથે ગેરવર્તન કરનાર આરોપી ધરપકડ બાદ જમીનમુક્ત

0
131
/

મોરબી: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા અહેમદહુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ ગત માર્ચ મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે લખ્યું છે કે, ફોજદારી કેસ નં . ૭૩૨૫/૧૯ ના કેસમાં રાજેશ કલ્યાણજીભાઇ ચૌહાણ, રામજીભાઇ માવજીભાઇ પરમાર અને મુળજીભાઇ દેવજીભાઇ સોલંકીનાઓ રહેલ છે અને અદાલત દ્વારા સમગ્ર દેનીક બોર્ડનુ કોલ આઉટ ચાલુ હતુ ત્યારે આરોપીઓનો પોકાર કરવામાં આવેલ ત્યારે મુળજીભાઈ અદાલત સમક્ષ હાજર થતા આરોપીઓને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજુઆત માટે ઉપસ્થીત રહેવા કહ્યું હતું બાદ અદાલત અન્ય ન્યાયીક કાર્યવાહી ચાલુ હતી ત્યારે આરોપી મુળજીભાઇ દેવજીભાઇ સોલંકીએ અદાલતમાં ઉભા થઈ “તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો ? અને પૈસા લઈને તમે માણસાઇ મુકી દીધી છે. કુદરત નહી છોડે હુ તને ખોટા કેસોમાં ફસાવી દઈસ, તમામ જજ કુતરા છે. તેમ કહી અદાલતમાં ઉપસ્થીત પક્ષકારોની હાજરીમા, સ્ટાફની હાજરીમાં અદાલતની કાર્યવાહીમાં ઇરાદાપુર્વક વિક્ષેપ કરી, હુ તને જોઇ લઈશ તેવી ધમકી આપેલ છે” આટલું જ નહિ અદાલત પરીસરમા પ્રેકટીસ કરતા સીનીયર વકીલ એમ.આર.ઓઝાને કાંઠલો પકડી, ફડાકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળો આપી હતી જેથી કરીને તે સમયે આઇપીસી કલમ ૧૮૬,૨૨૮,૩૨૩,૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી હાઇકોર્ટમાંથી આગોતરા જમીન લઈને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજુ થતા ઇન્ચાર્જ પીઆઈ આઈ.એમ. કોન્ઢીયાએ તેની ધરપકડ કરીને હાઇકોર્ટના આદેશ મુજબ જામીનમુકત કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/