મોરબીના લાતીપ્લોટમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ

0
64
/
અગાઉ ગટરની સમસ્યા હલ કરવાની ખાતરી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ગટરની સમસ્યા માજા મુક્તા સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ

મોરબી : હાલ મોરબીના લતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની છે.જેમાં તંત્રએ અગાઉ ગટરની સમસ્યા હલ કરવાની ખાતરી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા ગટરની સમસ્યા માજા મૂકી છે.આથી સ્થાનિક વેપારીઓઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મોરબીના લતીપ્લોટ મેઈન રોડ ઉપરના વેપારીઓએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, લતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટરની ગંદકીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે.જો કે સ્થાનિક વેપારીઓએ 1 મહિના પહેલા તંત્રને રૂબરૂ રજુઆત કરી હતી કે,જલારામ મંદિર પાછળ આવેલ લાતીપ્લોટ મેઈન રોડ ઉપર કાયમી રીતે ગટરના દૂષિત પાણી ઉભરાઈ છે. તેમજ જલારામ મંદિર દ્વારા જમણવારનો એંઠવાડ નખાતો હોવાથી ભારે ગંદકી ફેલાય છે. આથી વચ્ચે રોડ તોડી આ એંઠવાડનો યોગ્ય નિકાલ કરવા અને શૌચાલયનું ગંદુ પાણી રોડ ઉપર આવતું હોય તેની યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆતમાં તંત્રએ ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પણ એક માસ વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાલમાં કોરોના કાળને ધ્યાને લઈને સ્થાનિક લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ફરી રજુઆત કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/