મોરબીની સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા છ શખ્શો રૂ.12250 ની રોકડ સાથે પકડાયા

0
249
/

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા માટે પોલીસે છ શખ્સોની અટકાયત કરીને તેની પાસેથી ૧૨૨૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્ય ગાયત્રી સોસાયટી શેરી નંબર -૨ માં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરી હતી ત્યારે ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, દૈનિકભાઈ વલ્લભભાઈ ભુત,  મનોજભાઈ વસંતભાઈ સાકરવાડિયા, ભૌતિકભાઈ લીલાધરભાઇ લાડાણી, ચિરાગભાઈ નટુભાઈ ઝાલાવાડીયા અને ઇમ્તિયાઝભાઈ નટુભાઈ સોલંકી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨૨૫૦ની રોકડ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/