માળીયામાં સસ્તા અનાજના દુકાનદારને ધાક ધમકી આપી લુંટી લેવાયો

0
79
/

માળીયાના સસ્તા અનાજની દુકાને એક શખ્સે રોકડા અથવા ઘઉં ચોખા માંગતા દુકાનદારે આપવાની નાં પાડતા બોલાચાલી થઇ હતી અને બાદમાં દુકાનદારને માથામાં પક્કડ કરી ઈજા કરી લુટ ચલાવી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ કપૂર (ઉ.૩૨)ને માળિયામાં સસ્તા અનાજની દુકાન હોય ત્યારે આરોપી યાસીન જુસબભાઈ જામ રહે-જામનગર રોડ માળિયા વાળાએ આવી ફરિયાદી મયુરભાઈ પાસે રૂ.૧૦૦૦ રોકડા માંગતા રૂપિયા આપવાની ના કહેતા આરોપી યાસીન જામએ કહેલ કે રૂપિયા ન આપ તો ઘઉં અને ચોખા આપ તેમ કહેતા ફરિયાદી મયુરભાઈએ ઘઉં ચોખા આપવાની ના પાડતા આરોપીએ ઉશકેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપી બે ત્રણ લાફા મારી માથામાં પક્કડ મારી ઈજા કરી ખિસ્સામાંથી રૂ.૩૦૦૦ ની લુંટ કરી નાસી ગયા હોવાની  માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/