મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ

0
64
/

મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

ABVP – મોરબી દ્વારા યોજાયેલ 9 જુલાઇના રોજ ABVPના 72માં સ્થાપના દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિધાર્થીઓને પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે કોટક હરિકૃષ્ણ (નવયુગ વિદ્યાલય), દ્વિતિય ક્રમાંકે દવે ભક્તિ (વી.સી.હાઇસ્કૂલ) અને જાડેજા સત્યરાજ સિંહ (દોશી હાઇસ્કૂલ), તૃતીય ક્રમાંકે રામાનુજ અંજના (જે.એ.પટેલ મહિલા કોલેજ), રાજપરા ચેલસી (નવયુગ એજ્યુકેશન ગ્રુપ, વિરપર) અને વિરમગામા પુષ્ટિ (સાર્થક વિદ્યામંદિર)ને ઉત્સાહિત કરી સન્માન પત્ર ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/