મોરબી સિરામિક એસો.દ્વારા વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકાનો ભાવ વધારો જાહેર

0
199
/

વર્તમાન પરિસ્થિતિમાં રો- મટીરિયલ્સની અછત, ડીઝલમાં ભાવ વધારો, વધતા જતા ભાડાને પગલે લેવાયો નિર્ણય

મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી લઈને 10 ટકા સુધીનો ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે. હાલની વર્તમાન સ્થિતિમાં રો-મટીરીયલ્સની અછત, ડીઝલ કોસ્ટમાં વધારો અને વધતી જતી મજુરીને પગલે એસોસિએશને ભાવ વધારાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

દિવસ રાત ધમધમતો મોરબીનો સીરામીક ઉદ્યોગ લોકડાઉનના પગલે બંધ થઈ ગયો હતો. જો કે અનલોક શરૂ થતાં આ ઉદ્યોગ ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. પરંતુ ઉદ્યોગને શરૂ કરવામાં અનેક અવરોધો પણ ઉભા થયા હતા. આ અવરોધોનો સામનો કરીને સીરામીક ઉદ્યોગની ગાડી હવે ધીમી ગતિએ પાટા ચડવાના પ્રયત્ન કરી રહી છે.

હાલની સ્થિતિમાં રો મટીરીયલ્સની ભારે અછત સર્જાઈ છે. જેથી રો મટીરીયલ્સ ઊંચા ભાવે ખરીદવાની મજબૂરી સર્જાઈ છે. આ ઉપરાંત ડીઝલ કોસ્ટ પણ ઊંચી જઈ રહી છે. સાથે મજૂરીના ભાવ પણ ઊંચા થયા છે. આ તમામ કારણોસર ટાઇલ્સની કોસ્ટ વધી રહી હોય સીરામીક એસોસિએશન દ્વારા આજે ભાવ વધારાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં વોલ ટાઇલ્સમા 10 ટકા, ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકા અને વિટ્રીફાઇડ ટાઇલ્સમાં 5 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવેલ છે.

વિવિધ કારણોસર ઉત્પાદન ઘટ્યું, ખર્ચ યથાવત રહ્યો એટલે ભાવવધારો લાગુ કરાયો : નિલેશ જેતપરિયા

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ કોરોનાની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઓછા કારીગરોથી કામ ચલાવવું પડી રહ્યું છે. ઉપરાંત કારીગરોની પણ અછત છે. જેનાથી ઉત્પાદન ઓછું મળી રહ્યું છે. વધુમાં ડિઝલમાં અને ભાડામાં ભાવ વધારો થયો છે. રો- મટીરિયલ્સની પણ અછત સર્જાઈ છે. આના કારણે ઉદ્યોગોનો ખર્ચ વધતો જઈ રહ્યો છે. જેને વાળવા માટે ભાવવધારો જરૂરી બન્યો હોય જેથી એસોસિએશને ભાવવધારો જાહેર કરેલ છે.

કઈ ટાઇલ્સમાં કેટલો ભાવ વધારો
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
  • વોલ ટાઇલ્સ

10×15ના બોક્ષ – 10 રૂ.
18×12ના બોક્ષ – 10 રૂ.
12×12ના બોક્ષ – 10 રૂ.
25×12ના બોક્ષ – 20 રૂ.

  • ફ્લોર ટાઇલ્સ

પાર્કિંગ ટાઇલ્સ 12 × 12 – 10 રૂ.
પાર્કિંગ ટાઇલ્સ 16 × 16 – 15 રૂ.
ફ્લોર ટાઇલ્સ 16 × 16 – 15 રૂ.
ફ્લોર ટાઇલ્સ 24 × 24 – 20 રૂ.

  • વીટ્રીફાઇડ ટાઇલ્સ

સ્કવેર ફિટ ઉપર રૂ.1નો વધારો

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/