મોરબી: 108 ની ટીમની પ્રામાણિકતા : અકસ્માત સ્થળેથી મળેલું 77 હજારની રોકડ સાથેનું પર્સ મૂળ માલિકને સુપ્રત કર્યું

0
52
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમા 108ની ટીમ અકસ્માત સમયે સમયસર પહોંચીને ઘાયલોના જીવ બચાવવામાં અને ત્વરિત સારવાર આપવામાં તો હંમેશા અવ્વલ રહે જ છે, સાથોસાથ ઇજાગ્રસ્ત પાસેથી મળી આવેલી કિંમતી માલમતા, અગત્યના ડોક્યુમેટ સહિતની ચીજ-વસ્તુઓ પણ પ્રમાણિકપણે જે તે પરિવારોને હાથોહાથ સુપ્રત કરી ઈમાનદારી સહિત ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી રહે છે. ત્યારે મોરબીમાં ગઈકાલે સાંજે આવો જ એક દ્રષ્ટાંતરૂપ બનાવ ઉજાગર થયો હતો.

મોરબીમાં ગઈકાલે સાંજે પંચાસર ચોકડીથી વાવડી ચોકડી વચ્ચે કંડલા બાયપાસ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦૮ મોરબી સિવિલ ટીમના ઇએમટી અજયભાઈ અને પાઈલોટ સતીશભાઈની ટીમ કોલ મળતા ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત દર્દીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમ્યાન ૧૦૮ ટીમને ઈજાગ્રસ્ત બાઇકચાલક માવજીભાઈ છગનભાઇ કૈલા (રહે. રવાપર ચોકડીની બાજુમાં, સ્વર્ગવિહાર એપાર્ટમેન્ટ) પાસેથી ૭૭ હજાર રોકડા ભરેલ પર્સ મળી આવ્યું હતું. જે ૧૦૮ ટીમે ઈજાગ્રસ્તના પુત્રને પરત આપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/