મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મતદારોની પ્રાથમિક યાદી પ્રમાણે 7.18 લાખ મતદારો નોંધાયા!!

0
30
/
જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 પાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર : પાંચ તાલુકા પંચાયતના કુલ 5,30,995 અને 3 પાલિકાના 1,87,247 જેટલા મતદારો નોંધાયા

મોરબી : હાલ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી સમયમાં સંભવિત ચૂંટણીઓની ધ્યાને લઈને તંત્ર દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાની ચાર નગરપાલિકામાંથી એક હળવદ નગરપાલિકાની મુદત હજુ પુરી થઈ ન હોવાથી બાકીની મુદત પૂરી થયેલી ત્રણ નગરપાલિકા મોરબી, વાંકાનેર અને માળીયાની ચૂંટણી યોજાશે. આથી, હળવદ પાલિકાને બાદ કરતાં આ ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી પણ જાહેર થઈ છે.

મોરબી, માળીયા અને વાંકાનેર નગરપાલિકા તેમજ મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા અને હળવદ એમ આ પાંચ તાલુકા પંચાયતની જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદી મુજબ મોરબી તાલુકા પંચાયતના 94444 પુરુષ, 87184 સ્ત્રી અને 2 અન્ય મળીને કુલ 181630 મતદારો નોંધાયા છે. વાંકાનેર તાલુકા પંચાયતના 68000 પુરુષ, 63731 સ્ત્રી મળીને કુલ 131731 મતદારો તેમજ માળીયા (મી) તાલુકા પંચાયતના 26486 પુરુષ, 23473 સ્ત્રી મળી કુલ 49959 મતદારો તથા ટંકારા તાલુકા પંચાયતના 34212 પુરુષ, 32921 સ્ત્રી મળી કુલ 67133, મતદારો અને હળવદ તાલુકા પંચાયતના 52958 પુરુષ, 47584 સ્ત્રી મળી કુલ 100542 જેટલા મતદારો નોંધાયા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/