મોરબી પાલિકામાં કોંગ્રેસે મંજૂર કરેલ રોડ-રસ્તાના કામોનો જશ ભાજપ લેવાનું બંધ કરે : રામજીભાઈ રબારી

0
61
/
ભાજપના શાસકોએ લાજ-શરમ નેવે મુકી છે, ખોટા જશ ખાટે છે, પ્રજા બધુ જાણે-સમજે છે : રામજીભાઈ રબારી

મોરબી : તાજેતરમા મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુંજૂર કરવામાં આવેલ રોડ-રસ્તાના કામોના ખાતમુર્હુત કે ઉદ્ઘાટન કરી કોંગ્રેસનો જશ ભાજપ ખાટી જતા હોવાનો આક્ષેપ મોરબી શહેર કોન્ગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારીએ કર્યો છે.

રામજીભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં મોરબી નગરપાલીકા વિસ્તારમાં અનેક રોડ-રસ્તાઓના વિવિધ કામોના ઉદ્ધાટનો, ખાતમુહૂર્તના સમારંભો યોજાઇ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ સુચિત રોડ રસ્તા લાઇટ-પાણી, ભૂગર્ભ ગટરના કામોનો બજેટ વખતે આ ભાજપના કાઉન્સીલરોએ વિરોધ કરી બજેટ નામંજુર કરાવેલ હતું. તેમજ ફરી વખત જનરલ બોર્ડમાં આ તમામ કામો કોંગ્રેસી કાઉન્સીલરોએ બહુમતીએ મંજુર કરાવેલ હતું. જયારે ભાજપી કાઉન્સીલરોએ આ સૂચવેલ કામોનો સરાજાહેર બજેટમાં વિરોધ નોંધાવી રદ કરાવવાની માંગણી કરી અંતે વોક આઉટ કરેલ હતું. તે જ કામોને ભાજપ પોતાના નામે ચડાવે છે. પ્રજલક્ષી કામોમાં ભાજપે યેનકેન પ્રકારે અવરોધ ઉભા કરી રોડા નાખી બજેટ નામંજુર કરાવવા તમામ પ્રકારના રાજકીય કાવાદાવા શામ-દામ-દંડની અનીતિ અપનાવેલ હતી. તેનાથી મોરબીની શાણી પ્રજા પણ સુપેરે માહિતગાર છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/