વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ

0
1467
/

પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા

વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ નવા ચાર કેસ સામે આવ્યા છે.આ ચારેય કેસ એક જ પરિવારના છે. આ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરમાં કોરોનાના કેસો સામે આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજ રોજ શહેરના કડીયાવાડ વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રહેતા પરમાર પરિવારના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં દેવેન્દ્રભાઈ મગનભાઇ પરમાર ઉ.વ.40, તેમની પત્ની, આશાબેન દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 35, પુત્રીઓ અપેક્ષા દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 14 અને માહી દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 7 ને કોરોના હોવાનું સામે આવતા આઇસોલેટ કરવામાં આવ્યા છે.

પરિવારના મોભી એવા દેવેન્દ્રભાઈ લુહાર શેરીની સામે એન.કુમાર ટ્રેઇલર નામની દુકાન ચલાવે છે. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અંદાજે પાંચેક દિવસ પહેલા તાવ અને શરદી સહિતના લક્ષણો જણાતા તેઓએ હોસ્પિટલમાંથી દવા પણ લીધી હતી. બાદમાં આખા પરિવારને તાવ અને શરદી થતા હોસ્પિટલ જતા ત્યાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં આજે રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

હાલ આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે આ પરિવાર કોના કોના સંપર્કમાં આવ્યો તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના 4 કેસ મળીને મોરબી જિલ્લામાં કુલ 24 કેસ થયેલ છે.

રિપોર્ટ: હરદેવસિંહ ઝાલા , વાંકાનેર

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/