નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, અમુક ગામો સંપર્ક વિહોણા
મોરબી : મોરબી ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદને પગલે મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે અને મચ્છુ ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી હેઠવાસના તમામ ગામો અને વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા પર આખરે મહેરબાન થયેલા મેઘરાજા ગતરાત્રીથી જ આક્રમક બનીને જબરદસ્ત ઇનિંગ ખેલી રહ્યા છે.આજ સવારથી જ વરસી રહેલા ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ આજે બપોરે 12: 30 વાગ્યે ઓવરફ્લો થયો હતો અને મચ્છુ ડેમ 2ના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્રએ હેઠવાસના તમામ ગામો તથા વિસ્તારમાં એલર્ટ રહેવાની સુચના આપી છે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી હાથ ધરી છે.જ્યારે મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા મોરબી પરનું જળસંકટ તણાયું છે.આથી મોરબીવાસીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide