હળવદ: બ્રાહ્મણી- ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા

49
331
/

મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી – ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા

ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી – ર ડેમ આજે ઓવરફલો થઈ જતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. જયારે હાલ બ્રાહ્મણી -ર ડેમ હેઠળ આવતા ૧ર ગામોને એલર્ટ કરાયા છે.
સમગ્ર જિલ્લા સહિત હળવદ પંથકમાં ગઈકાલ શુક્રવારથી અવિરતપણે વરસાદ વરસી પડતા ઉપરવાસમાંથી પાણીની આવક સાથે બ્રાહ્મણી – ર ડેમ ઓવરફલો થયો છે ત્યારે બ્રાહ્મણી – ર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવતા તાલુકાના નીચાણવાળા સુસવાવ, કેદારીયા, ધનાળા, રણજીતગઢ, મયુરનગર, ચાડધ્રા, ટીકર (રણ), માનગઢ સહિતના ૧ર ગામોને તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યો છે. તો સાથે હળવદ મામતલદાર વી.કે.સોલંકી, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ પી.આઈ. એમ.આર. સોલંકી, બ્રાહ્મણી ર ડેમના અધિકારીઓ સહિતના સ્ટાફ ખડેપગે રહ્યો છે.
હળવદની જીવાદોરી સમાન ગણાતા બ્રાહ્મણી ડેમમાં ઉપરવાસથી ૭ હજાર ક્યુસેક પાણીની આવક થતા બ્રાહ્મણી – ર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ૭ હજાર ક્યુસેક પાણીની આવક સામે રપ૦૦થી ર૬૦૦ ક્યુસેક પાણી પાંચ દરવાજા મારફત છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના નીચાણવાળા ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહી પગલે હજુ વરસાદ પડવાની શકયતા છે ત્યારે હળવદ પંથકના ખાસ કરીને ટીકર (રણ) વિસ્તારને અડીને આવેલા ગામોમાં વરસાદી પાણી ભરાયાના અહેવાલ પણ સાંપડી રહ્યા છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

49 COMMENTS

  1. Academic Innovation

    […]Wonderful story, reckoned we could combine a number of unrelated data, nonetheless definitely really worth taking a look, whoa did one study about Mid East has got additional problerms at the same time […]

  2. Maillot de football

    […]we prefer to honor a lot of other online sites on the web, even when they aren’t linked to us, by linking to them. Under are some webpages worth checking out[…]

  3. Maillot de football

    […]although websites we backlink to below are considerably not associated to ours, we feel they may be actually worth a go by, so possess a look[…]

Comments are closed.