તાજેતરમાં નવસારીમાં શહેરને ચોથો લેકફ્રન્ટ સોમવારે મળશે. દુધિયા તળાવ, સરબતીયા અને જલાલપોરના થાણા તળાવ લેકફ્રન્ટ બાદ શાકમાર્કેટ નજીક ટાટા તળાવ લેકફ્રન્ટની નગરજનોને ભેટ ધરાશે.
નવસારી શહેરમાં પ્રથમ લેકફ્રન્ટ (તળાવ ફરતે ચાલવા,બેસવા વિગેરે સુવિધા)દુધિયા તળાવ ફરતે અઢી વર્ષ અગાઉ બનાવાયો હતો, ત્યારબાદ સરબતીયા તળાવ અને થાણા તળાવ ખાતે બનાવાયો હતો. હવે શહેરને ચોથો લેકફ્રન્ટ મળશે. મળતી માહિતી દુધિયા તળાવ શાકમાર્કેટ અને ટાટા હોલ નજીક જે ટાટા તળાવ આવેલ છે ત્યાં પણ નગરપાલિકાએ વધુ એક લેકફ્રન્ટનું નિર્માણ પણ કર્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
 
 
            






















