માળિયા (મી.) : કાજરડા ગામ પાસે ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

0
31
/

માળીયા (મી.) : આજે માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 30 સપ્ટેમ્બરના રોજ કાજરડા ગામ તરફ જવાના રસ્તે ભોળીવાંઢ વિસ્તારમા રહેતો સુભાન નુરમહમદભાઇ મિયાણાના રહેણાંક મકાન પાસે દેશી દારૂ ભરેલ કાર રજી નં GJ-07-BB-8599 ઝડપાઈ છે. આ કારમાં ગે.કા. પાસ પરમીટ વગર પ્લાસ્ટીકના બાચકા – 4મા 5 લીટરની ક્ષમતાવાળી પારદર્શક પ્લાની કોથળી નંગ 39મા દેશી દારૂ લી. 195, કિ.રૂ. 3,900 વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરવા રાખેલ હતો. પોલીસે કાર અને દેશી દારૂનો જથ્થો સહીત કુલ મુદામાલ રૂ. 1,03,900 કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમ્યાન આરોપી સુભાન રહેણાંકે હાજર નહી હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)પાસે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/