આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે

0
36
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ગુજરાત: હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે કરવાનું આયોજન થતાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓની મીટીંગ કલેક્ટર કચેરી ખાતે મળી હતી .જેમાં મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રથમ મિટિંગમાં રાજ્યકક્ષાના આ કાર્યક્રમને લઈને ઉજવણીના સંભવિત સ્થળો, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન થાય અને લોકો જૂનાગઢ ખાતે થનાર આ ઉજવણીમાં સહભાગી બને, વિવિધ કાર્યક્રમો નિહાળે તે માટે ચર્ચા વિચારણા અને આયોજનની રૂપરેખા ઘડવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/