ટંકારામાં આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ

0
39
/

ટંકારા : ટંકારા તાલુકાના આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને આગેવાનો દ્વારા વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ દરેક વ્યક્તિ એના જીવનમાં એક વૃક્ષનું વાવેતર કરી જતન કરે, તેવો સમાજને સંદેશ આપ્યો હતો.

ટંકારા તાલુકા પંચાયતની સામે આવેલા તાલુકા કક્ષાના આંબેડકર ભવન ખાતે આજે સામાજિક અગ્રણીઓની તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં 200 જેટલા જુદા-જુદા પ્રકારના વુક્ષોનુ વાવેતર કરાયું હતું. આ તકે ટિડીઓ નાગાજણ તરખાલા, ટિડીઓ ભીમાણી, પી.એસ.આઈ. લલિતાબેન બગડા, નાયબ મામલતદાર દિનેશ ઝાલરીયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભુપત ગોધાણી, અશોક સંધાણી, ન્યાય સમિતિ ચેરમેન મહેશ લાધવા, અરજણભાઈ મકવાણા, મનસુખભાઈ રાઠોડ, વિઠ્ઠલભાઈ સોલંકી, પ્રવિણભાઈ પંચાલ, અશોકભાઈ ચાવડા, જગદીશભાઈ રાણવા, મોહનભાઈ ચૌહાણ સહિતનાઓએ 200 જેટલા વુક્ષોનું વાવેતર કરી ‘દરેક વ્યક્તિ એના જીવનમાં એક વુક્ષનુ વાવેતર કરી જતન કરે’નો સમાજને સંદેશ આપેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/