મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ

0
41
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે 18/02/2023 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવી રહ્યો છે. આ પવિત્ર દિવસે હિન્દુ સમાજના દરેક લોકો એ ભગવાન શિવની પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર દિવસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ અથવા કતલખાના ચાલુ હોય તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અને એ જાહેરનામાની કડક અમલીકરન પણ થાય. આ અંગેનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/