પાટણ પાલિકાના હોલની તકતીમાં આખરે ઉપપ્રમુખનું નામ લખાતાં વિવાદ શાંત થયો !

0
66
/

હાલ પાટણ નગરપાલિકામાં નવીન બનેલ ભવનની તકતીમાં ઉપપ્રમુખનું નામ ન હોઈ પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યારે વિવાદને ડામવા સમાધાન સ્વરૂપે ભવનમાં અંદર બનાવેલ હોલને અટલ બિહારી વાજપેઇ નામ આપી તેની તકતીમાં ઉપપ્રમુખનું નામ ઉમેરી વિવાદનો અંત લાવ્યો હતો.

પાટણ નગરપાલિકામાં નવીન બનાવેલ પાલિકા ભવનનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં તકતીમાં ઉપપ્રમુખ લાલેશ ઠક્કરનું નામ ન હોઈ પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ભવનમાં બનાવેલ હોલનું નામાંકરણ તકતી પાલિકા દ્વારા લગાવવામાં આવી હતી .જેમાં ઉપપ્રમુખ લાલેશ ઠક્કરનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે લાલેશ ઠકકરે જણાવ્યું હતું કે મને નામનો મોહ નથી પણ પ્રોટોકોલ અન્યાય સામે વિરોધ હતો. હવે તે ભૂલ સુધારી દેવાતાં લોકો સંતોષ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/