મોરબી : મોરબીના પીપળી ગામે થયેલ હત્યાના કેસના પાંચેય આરોપીઓને તાલુકા પોલીસે આજે ૧૦ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના પીપળી ગામે આડાસંબંધના કારણે એક યુવકની ગોરધન શેનીયા ભુરિયા, દિલીપ તીતરિયા ડામોર, સુમિલા ગોરધન ભુરિયા, મુકેશ તીતરિયા ડામોર, ધૂમજી ધનસિંગ વાસકલીયાએ મળીને હત્યા નિપજાવી હતી. બાદમાં તેની લાશને પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી. જો કે એલસીબીએ આ કેસના તમામ આરોપીઓને દબોચી લીધા બાદ આજે તાલુકા પોલીસે તમામ આરોપીને ૧૦ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. આ પાંચેય આરોપીને છ રિમાન્ડમા લઈને તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide