ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ. ૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાયો

0
52
/
રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી

મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે.

મોરબી તાલુકાના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ જાબનંબર મેળવીને મંજુર કરાવેલ તે અન્વયે, રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોઇ, તે જગ્યાઍ નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર કરાવી, સતત ફલોઅપ કરી, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી સુધી આ જર્જરીત પુલ અંગે માંગણી રજૂ કરી, ૧ર મીટરની પહોળાઇના રૂ.૪.રપ કરોડ (સવા ચાર કરોડ)ના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે.જે બદલ મંત્રી બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાઍ આભાર વ્યકત કર્યો હતો. આમ, મોરબી-માળીયા (મી.) વિસ્તારના તાજેતરમાં વિકાસના અનેક કામ મંજુર થયા તે માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાની સતત જહેમત ફળી રહી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/