ચાઇનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લદાતા મોરબીના સિરામીક ઉદ્યોગમાં આનંદ

0
215
/
દક્ષિણના રાજ્યોમાં મોરબીનો વેપાર વધશે : સાંસદ કુંડારીયા અને કોમર્સ મિનિસ્ટરને કરાયેલી રજૂઆત ફળી

મોરબી : હાલ વૈશ્વિક સ્પર્ધામાં ચીનને ધોબી પછડાટ આપ્યા બાદ મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ચાઈનાથી ભારતમાં આયાત થતી ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા સાંસદ મારફતે કેન્દ્ર સરકારમાં ભાર પૂર્વકની રજુઆત કરાતા કેન્દ્ર સરકારે ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર કૂટે રૂપિયા 10 રૂપિયા ટેક્સ નાખતા હવે દક્ષિણના રાજ્યોમાં મોરબીની ટાઈલ્સની ખપત વધવાની આશાએ મોરબીના સીરામીક ઉદ્યોગમાં હરખની હેલી ઉઠી છે.

ચાઈના દ્વારા મોરબીમાં ઉત્પાદન થતી સિરામીક ટાઈલ્સની તુલનાએ સસ્તા દરે ખાસ કરીને ભારતના દક્ષિણી રાજ્યોમાં ટાઇલ્સ ઠાલવતું હોવાથી મોરબી સિરામીક એસોશિએશન દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખી કેન્દ્રીય કોમર્શિયલ મિનિસ્ટર સમક્ષ ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવા માંગ ઉઠાવી હતી. જે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર ફૂટ રૂપિયા 10 જેટલી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે.દરમિયાન ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવા મામલે સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, દેશના દક્ષિણના રાજ્યોમાં ડબલચાર્જ સહિતની ટાઈલ્સની 25 ટકા ખપત રહે છે પરંતુ ચીનના અતિક્રમણને કારણે મોરબીથી સસ્તી ટાઇલ્સ આયાત થતી હોય મોરબીનો વ્યાપાર ઘટે તેવી સ્થિતિ જોતા કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી હતી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની રજુઆત રંગ લાવી છે અને હાલમાં ચીનની ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા હવે મોરબીના ઉદ્યોગોને દક્ષિણના રાજ્યોમાં સારી માંગ નીકળવાની આશા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/