પોરબંદરમાં ટ્રાફિકના નિયમોથી કંટાળી આખરે વૃદ્ધે ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી!!

0
47
/

પોરબંદર: પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહેલ છે

ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ પહેલા ટ્રાફિકના કોઇ નિયમના ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યુ હતુ. આ સ્કુટર છોડાવવાની જટીલતા અને ટ્રાફિકના નિયમોની જટીલતા હરિલાલને આકરી લાગતા, હરિલાલે પોતાનું સ્કુટર છોડાવવાનું માંડી વાળ્યુ અને વાહનના કાગળો અને આરટીઓ ની જટીલતા વિના ઓટોમેટિક ચાલતું વાહન બનાવવાનો વિચાર હરિલાલના મનમાં અંકુરીત થયો, અને આ વિચારે એક હાથમાં ખોટ ધરાવતા હરિલાલે મન હોય તો માળવે જવાઇની યુક્તિ સિધ્ધ કરી, સમસ્યાનું સામાધાન નહી પરંતુ તેનો ઉકેલ લાવવા એક અનોખો ઉપાય અજમાવી નાખ્યો અને પોતાની જુની સાઈકલમાંથી આરટીઓની કોઇ જંજટ ન રહે તેવી ઇલેક્ટ્રિક સાઈકલનો આવિષ્કાર કરી નાખ્યો. ઇલેક્ટ્રિક સાઈકલ બનાવવાના સાધનો મંગાવી, આ વૃદ્ધે માત્ર એક અઠવાડીયામાં પોતાના ઘરે જ ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી ટ્રાફિકનાં નિયમોની જટીલ સમસ્યા સામે ઉકેલ શોધી કાઢ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/