રાજસ્થાન સંકટની વચ્ચે ઉદ્ધવ ઠાકરે દ્વારા પડકાર- મારી સરકારને અત્યારે જ તોડી દેખાડો

0
39
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર તૂટતા તથા રાજસ્થાનમાં સચિન પાયલટના રાજીનામાંથી અસ્થિર રાજકીય સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ ખુલ્લો પડકાર ફેંકયો છે જે કોઇને પણ મહારાષ્ટ્રની સરકાર તોડવી હોય તે તોડીને દેખાડે. તેમણે કહ્યું કે કેટલાંક લોકો કહે છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તૂટશે. હું કહું છું કે અત્યારે જ તોડો. હું ફેવિકોલ લગાવીને બેઠો નથી.

ઠાકરે શિવસેનાના મુખપત્ર સામાન માટે ઇન્ટરવ્યુમાં બોલી રહ્યા હતા. મહારાષ્ટ્રની કોંગ્રે, એનસીપી અને શિવસેનાના ગઠબંધનવાળી સરકારમાં કોંગ્રેસી ધારાસભ્યોના અસંતોષના સમાચાર છેલ્લાં કેટલાંક દિવસથી સામે આવ્યા. ત્યારબાદ ફરી મહાવિકાસ અઘાડીના અસ્થિર ભવિષ્યને લઇ ચર્ચાએ જોર પકડયું. આ બધાની વચ્ચે ઠાકરે એ શનિવારના રોજ કહ્યું કે કેટલાંક લોકો કહે છે કે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં તૂટી જશે. મારું કહેવું છે કે આપ રાહ કોની જોઇ રહ્યા છો, અત્યારે જ તોડી પાડો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/