રાજકોટ: આરોગ્ય વિભાગ થયું દોડતું, ફરાળી ખાદ્યપદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ

0
34
/

રાજકોટ: પવિત્ર શ્રાવણ માસ તથા તેમાં આવતા તહેવારો દરમિયાન રાજકોટ શહેરના મોટાભાગના પ્રજાજનો ઉપવાસ રહેતા છે, ઉપવાસમાં ફરાળ તરીકે કેળા તથા ફરાળી લોટમાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ કરતા હોય છે.

વધુ નફો મેળવવા લાલચ ધરાવતા અમુક કુડ બિઝનેસ ઓપરેટર દ્વારા કેળાને અમાન્ય પધ્ધતિથી એટલે કે”પ્રતિબંધિત કેમિકલ નો ઉપયોગ કરી પકવવામાં આવતા હોય છે. ફરાળી લોટ તથા ફરાળી લોટમાંથી બનાવેલ વાનગીઓમાં લકી ગુણવત્તાવાળો તથા બીન ફરાળી દ્રવ્યોની ભેળસેળ કરી ગેરરીતિ આચરવામાં આવે છે. જેના પરીણામે ઉપવાસ ધારણ કરેલ વ્યક્તિ ના ઉપવાસ ભાંગતા હોય છે, અને ધાર્મિક લાગણીને ઠેસ પહોચે છે.

શ્રાવણ માસ દરમિયાન કુલ શાખા દ્વારા ત્રણ ટીમની ત્રણેય ઝોનમાં આવેલ કેળા પકાવતી વખારો, ફરાળી લોટ (રાજગરો, મોરીયો તથા મિકસ ફરાળી લોટ) ના ઉત્પાદકો અને ફરાળી લોટ માંથી વાનગીઓ બનાવતા કુડ બીઝનેશ ઓપરેટરોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. ચકાસણી સમયે કોઈપણ કોડ બીઝનેશ ઓપરેટર દ્વારા ગેરરીતી થતી માલુમ પડે કુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે કાયદેસરની કાર્યવાહીં હાથ ધરવામાં આવશે. આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ભાઈ ઠાકર દ્વારા સદર કામગીરી ઝુંબેશ પૂર્વક અને સઘન રીતે કરવા માટે કુડ શાખાને જણાવેલ છે.

શ્રાવણ માસની શરૂઆતથી જ કુડ વિભાગ દ્વારા કેળા પકવવાની કામગીરી કરતી વખારો તથા ફરાળી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન,વેચાણ ,સંગ્રહ કરતા 18 ફૂડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરવામાં આવી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટ શહેરના રૈયા રોડ, દૂધસાગર રોડ, કુવાડવા રોડ, કોઠારીયા રોડ તેમજ જામનગર રોડ વગેરે વિસ્તારમાં આવેલ વેચાણ કરતી કેળાની પેઢીમાં જાહેર જન આરોગ્ય હિતાર્થે કૃત્રિમ પધ્ધતિથી કેળા પકવવા અંગે કુલ ૧૨ (બાર) પેઢીમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/