રાજકોટ સાંસદ અને ટંકારાના ધારાસભ્યની રજુઆત ને પગલે મોરબી તાલુકામાં બે રોડ બનાવવા કેન્દ્ર સરકારે ૧૦૨.૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી

0
430
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] સાંસદ મોહનભાઈ તથા દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ(મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ CIRF ગ્રાન્ટમાં મંજુર કરતા મોરબીને કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૨.૫ કરોડ ફાળવવામાં આવેલ છે.

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરને ટંકારા અને વાંકાનેર સાથે જોડતો ૬ કી.મી.નો ફોરલેન રવાપર-ધુનડા-સજજનપર રોડ તથા ૧૫ કી.મી. ૧૦ મીટર પહોળો રોડ નવીનીકરણ માટે ગ્રાન્ટ મંજુર થતા રવાપર વિસ્તાર થી ટ્રાફિક સમસ્યા હળવી થશે. તેમજ નેશનલ હાઇવેથી લખધીરપુર-કાલીકાનગર-નીચી માંડલ(મોરબી હળવદ હાઇવે) રોડ ૧૯ કી.મી.નો ૧૦ મીટર પહોળો રોડ માટે ગ્રાન્ટ મજુર થતા લખધીરપુર આસપાસનાં ઉદ્યોગકારોની હેવી ટ્રકોથી થતી ટ્રાફિક સમસ્યા દુર થશે. સાથે મોરબી હળવદ હાઇવેને સીધું જોડાણ થવાથી અંતર ઘટશે. જેથી ફ્યુલની પણ બચત થશે. આ રોડ મંજુર થવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ભારતનો સર્વાંગી વિકાસનો સંકલ્પ ચરીતાર્થ થતો જણાય છે. તથા રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારિયાની રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીજીને કરેલ રજૂઆત સફળ રહી તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા માર્ગ મકાન(પંચાયત) અને માર્ગ મકાન (સ્ટેટ) વિભાગને DPR બનાવવા તથા ટેન્ડર પ્રક્રિયા સત્વરે પૂરી કરવા સુચના આપવામાં આવેલ છે. તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/