(દિલીપસિંહ ઝાલા દ્વારા) મોરબી: મોરબીમાં રંગપરના એક વૃદ્ધ દર્દી રાજકોટ સારવાર માટે જતા રાજકોટની સિનર્જી હોસ્પિટલના સટાફ દ્વારા તેમની સાથે ઘૃણાસ્સ્પદ વર્તન કર્યાનો બનાવ સામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર રંગપરમા મોટી ઉંમરના બુઝુર્ગ મહિલા નીમુંબા સંજુભા ઝાલા પોતાના ઘરમાં અકસ્માતે પડી જતા તેમને પગના ભાગે ગંભીર ઇજા પહોંચેલ જેથી તેમના પરિજનો તેમને મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઇ ગયેલ હતા ત્યાં તેમને યોગ્ય સહકાર મળેલ પરંતુ દર્દી મોટી ઉંમરના હોય તેમને કોરોના રિપોર્ટ કરવા રાજકોટ જવા કહેલ ત્યારે દર્દી નીમુંબા સંજુભા ઝાલાના પુત્ર દિલીપસિંહ ઝાલા તેમને રાજકોટ ખાતે આવેલ સિનર્જી હોસ્પિટલે લઇ ગયેલ હતા ત્યાં રિપોર્ટ બાબતે કહેતા સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને પહેલાતો પાર્કિંગ માં બેસાડેલ અને જો રૂ. અઢી લાખ ફી ભરી ઓપરેશન અહીં કરાવશો તો જ કોરોના રિપોર્ટ કરી આપીશું તેવો જવાબ આપેલ હતો આથી દિલીપસિંહ ઝાલા તેમના માજીને મોરબી પરત લઇ આવી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અપાવેલ હતી. હવે આખી આ ઘટના કેટલી વાજબી છે તે જાગૃત જનતાએ પણ વિચારવું જરૂરી બને છે. પ્રત્યેક દર્દી ડોક્ટરમાં ભગવાનનું સ્વરૂપ જોતો હોય છે પરંતુ ઘણી જગ્યાએ ભગવાનના નકાબ પાછળ સેતાન પણ છુપાયેલા હોય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide