મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ઘરમાં છુપાવેલા 104 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના વાવડી રોડ, ક્રિષ્નાપાર્ક, શેરી નંબર 2માં રહેતા રફીક ઓસમાણ અજમેરીએ પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવી રાખી ત્યાંથી જ તેનું વેંચાણ કરતો હોવાની બાતમીને આધારે પો.હેડ. કોન્સ. શક્તિસિંહ ઝાલા, પો. કોન્સ. રવિરાજસિંહ સહિતનાઓએ બાતમી વાળા સ્થળે રેડ કરતા ભારતીય બનાવટના મેકડોનલ્સ નંબર 1ની 92 બોટલ તથા રોયલ ચેલેન્જ ક્લાસિક વહીસ્કીની 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની કુલ 104 બોટલ કિંમત રૂ. 31200 કબ્જે કરી આરોપી રફીક અજ્મેરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
