હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ટીકર ગામે સવારથી ધૂપ-છાંપની સ્થિતિ જોવા મળી હતી. બપોર બાદ આકાશમાં કાળા ડિભાંગ વાદળો ઘેરાયા બાદ પાણી વરસવાનું શરૂ થતા વરસાદના જોરને પગલે માર્ગો પરથી પાણી ફરી વળ્યાં હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide