માળીયા (મી.) : કોર્ટ કેસ બાબતે વાત વસણતા બે પક્ષો વચ્ચે મારામારી

0
130
/

માળીયા (મી.) : માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો. જે બાબતે બંને પક્ષોએ માળિયા (મી.) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળિયાના વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા તથા આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, આરોપી બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયા, આરોપી હરેશભાઈ બાબુભાઈ ગડેસીયાએ માર માર્યા અંગેનો માળિયા કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી આરોપીઓ ફરિયાદી કીશોરભાઈને ઉપરોક્ત કેસમાં સમાધાન કરવાનું કહેતા ફરિયાદી કિશોરભાઈએ ના પાડતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી કિશોરભાઈ તથા સાહેદોને ગાળો આપી કેરોસીનનું ડબલું લાવી ફરિયાદી કિશોરભાઈને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી બાબુભાઈ અને હરેશભાઈએ હાથમાં લાકડી તથા કુહાડી જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી કિશોરભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કિશોરભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

તો બીજી તરફ સામા પક્ષે બાબુ વિઠલભાઈ ગડેસીયાએ આરોપી કિશોરભાઈ સોમાભાઈ કોળી સાથે સામસામી ફરિયાદ થયેલ જે કેસ માળિયા કોર્ટમાં ચાલુ હોય જેનું ફરિયાદી સમાધાન કરવાનું કહેતા આરોપી કિશોરભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી આરોપી અશોકભાઈ સોમાભાઈ કોળીએ પાઈપ વતી મારતા માથામાં મૂઢ ઈજા થયેલ તેમજ આરોપી જયંતિભાઈ સોમાભાઈ કોળીએ છરી વતી ઘા કરતા માથામાં ઈજા પહોચાડી આરોપી અમરશીભાઈ ભગવાનભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુ ગડેસીયાને પીઠના ભાગે માર મારતા અને પાછળથી આરોપી બાબુભાઈ ચકુભાઈ કોળી, રોમાબેન કિશોરભાઈ કોળી અને સમુબેન બાબુભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુભાઈને લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયાએ નોંધાવી છે. માળિયા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/