હાલ સંતરામપુર બાયપાસ ઉપરથી કારમાં પસાર થઈ રહેલ શંકાસ્પદ કારને પોલીસે ઝડપી તપાસ કરતા કારમાંથી અંદાજિત 200 કિલો ચાંદી અંદાજિત કિંમત રૃપિયા એક કરોડની ઝડપાઈ હતી.સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો જથ્થો ઝડપી આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી પણ હાથ ધરેલ હતી.
આજ રોજ બપોરે સંતરામપુર પોલીસ બાયપાસ મીરા હોસ્પિટલ પાસે નાકાબંધીમાં હતી.દાહોદ-ઝાલોદ તરફથી એક કાર આવી રહી હતી .જે પોલીસને જોઈ પરત ફરી જવાનો અને ભાગી જવાનો પ્રયાસ કરતાં શંકાસ્પદ કારને પીછો કરી સંતરામપુર પોલીસે ઝડપી પાડી હતી.જે કારમાંથી બે વ્યક્તિઓ મળ્યા હતા.તેઓની પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ પણ આપતા ન હતા .
એથી કારમાં તપાસ કરતાં કારમાં સીટની નીચે તેમજ બેગોમાંથી એક કરોડની કિંમતની બે બે કિલો ચાંદી મળી આવી હતી.સંતરામપુર પોલીસે કાર સહિત ઝડપાયેલી ૨૦૦ ચાંદી ની પાટો તેમજ નાની બેગોમાં છુટા દાગીના ચાંદીના ઝડપી પાડયા હતા.જે ચાંદીનો જથ્થો તેમજ કાર નેમુદ્દામાલમાં જમા લઈ તેમજ બે વ્યક્તિઓ પરાગ પ્રવીણ શાહ તેમજ અમરીશ શાંતિલાલ શાહ ઉપર ગુનો નોંધી સંતરામપુર પોલીસે તપાસ પણ હાથ ધરી હતી.
ગયા અઠવાડિયે બાયપાસ ઉપરથી નાકાબંધી દરમિયાન એક કરોડની રોકડ કેસ ઝડપાઇ હતી.આજે ફરી નાકાબંદી દરમ્યાન પોલીસને બસ્સો કિલો જેટલી ચાંદી સાથે બે ઇસમોને સંતરામપુર પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ એ ઝડપી પાડી પોલીસ કાર્યવાહી પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide