‘શનિવાર’ આજે મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ સાથે કોરોના શતક પૂરું

0
206
/

આજના દિવસમાં કુલ 9 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 102

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે સાંજે 6 વાગ્યા બાદ વધુ છ કોરોના કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 100 ઉપર થઈ ગઈ છે. આજે શનિવારે કુલ 9 કેસની સાથે ટોટલ કેસનો આંકડો 102 સુધી થઈ ગયો છે.

શનિવારે બપોરે 3 કેસ આવ્યા બાદ સાંજે 6 વાગ્યે મોરબી શહેરમાં વધુ પાંચ અને વાંકાનેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે જામનગરની લેબમાં મોકલાયા સેમ્પલમાંથી મોરબીના માધાપરમાં રહેતા 65 વર્ષના મહિલા કાનૂબેન અરજણભાઈ પરમાર, મોરબીની નાની બજારમાં રહેતા 30 વર્ષના યુવાન સલીમભાઈ ગનીભાઈ કીચોડા, મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ હીરાભાઈ મોહનભાઇ ધાવી, મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે રહેતા 60 વર્ષના મહિલા સરીફાબેન આમદભાઈ પોથીયા અને મોરબીના વાવડી રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં રવાહતા 36 વર્ષના યુવાન રવિન્દ્રભાઇ તુલસીદાસભાઈ નકુમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા 71 વર્ષના વૃદ્ધ મુકુંદભાઈ તારાચંદ દોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

આ છ કેસ સાથે આજે શનિવારના કુલ કેસ નવ થયા છે. તેમજ આજના કુલ 9 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાએ સદી પુરી કરી છે અને કોરોના કેસનો કુલ આંકડો 102 થઈ ગયો છે.

11 જુલાઈ, શનિવારે નોંધાયેલા નવા કેસની વિગત..

1) મોરબી તાલુકો, બંધુનગર ગામ : હરેશભાઇ લવજીભાઈ દલસાણીયા (ઉ.42)

2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ, પુનિત નગર : જેરામભાઈ અમરશીભાઈ અંબાણી (ઉ.68)

3) મોરબી શહેર, બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે, સિલ્વર પાર્ક સોસાયટી : દયાબેન પ્રભાતભાઈ વામજા (ઉ.65)

4) મોરબી શહેર, માધાપર વિસ્તાર : કાનૂબેન અરજણભાઈ પરમાર (ઉ.65)

5) મોરબી શહેર, નાની બજાર : સલીમભાઈ ગનીભાઈ કીચોડા (ઉ.30)

6) મોરબી શહેર, ચિત્રકૂટ સોસાયટી : હીરાભાઈ મોહનભાઇ ધાવી (ઉ.68)

7) મોરબી શહેર, જુના બસસ્ટેન્ડ પાસે : સરીફાબેન આમદભાઈ પોથીયા (ઉ.60)

8) મોરબી શહેર, વાવડી રોડ, ઉમિયા સોસાયટી : રવિન્દ્રભાઇ તુલસીદાસભાઈ નકુમ (ઉ.36)

9)વાંકાનેર શહેર, અપાસરા શેરી : મુકુંદભાઈ તારાચંદ દોશી (ઉ.71)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/