રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની વાત માત્ર અફવા : CMO ની સ્પષ્ટતા

0
73
/

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા લોકડાઉનના સમાચારોને પગલે રાજ્ય સરકારે જાહેર કરી સતાવાર માહિતી

મોરબી : રાજ્યમાં ફરી લોકડાઉન અમલમાં આવવાના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે અંગે આજે સીએમઓએ સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે આ સમાચારો માત્ર અફવા છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી.મુખ્ય સચિવ દ્વારા કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરવામાં આવી નથી. અને તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવવામાં આવ્યા નથી. એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગેના સમાચાર બિનઆધારભૂત અને સત્યથી વેગળા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/