શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત

0
446
/

મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો

મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી રોડ પર રહેતા 72 વર્ષના ડોક્ટર અને કલેકટર બાંગ્લા પાસે રહેતો 38 વર્ષનો યુવાન કોરોનાની ઝપટે ચડી ગયો હતો.આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 162 થયા છે.

મોરબી શહેરમાં આજે કોરોનાના બે કેસ જાહેર થયા છે.જેમાં મોરબીના વાવડી રોડ ઉપર રહેતા 72 વર્ષના ડોકટર હીરાલાલ ભટ્ટ અને મોરબીના કલેકટર બાંગ્લા પાસે નાગર પ્લોટ વિસ્તારમાં આવેલ જલિયાન એપાર્ટમેન્ટ રહેતા 38 વર્ષના કેતનભાઈ નરેન્દ્રભાઈ પૂજરાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 162 થયા છે. જોકે ગઈકાલે મોરબી તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો આથી તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી. ત્યારે આજે સવારે મોરબીમાં કોરોનાના બે કેસ નોંધાયેલ હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/