રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

0
142
/

મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ ઉ.વ.58 નામના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ ફરીથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી રાજકોટ એડમિટ કરાયા હતા.જ્યાં તેમનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત થયેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/