શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે મુકાયું !

0
257
/

મોરબી : હાલ મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામ ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું હોય હાલ કોરોનાના આંતકને કારણે આ ગામ રામભરોસે જેવી.કપરી.પરિસ્થિતિ મુકાઈ ગયું છે. આ સંજોગોમાં શનાળા ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સઘન સર્વે અને કોરોના ટેસ્ટ કરવાની માંગ સાથે તાત્કાલિક ધન્વંતરી રથ ફાળવવા ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ રબારી દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના શનાળા ગામને જે તે સમયે મોરબી નગર પાલિકાને મહાપાલિકા બનાવવા માટે મોરબી પાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું.આથી ગ્રામ પંચાયત વિખરાઈ ગઈ હતી.ત્યારબાદ શનાળા ગામને મોરબી પાલિકામાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું આથી હવે શનાળા ગામ નથી પાલિકામાં કે નથી ગ્રામ પંચાયતમાં રહ્યું.આથી આ ગામમાં સરપંચ કે ગ્રામ પંચાયત ન હોવાથી કોઈપણ જાતની સુવિધા વગર ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે આ ગામમાં કોરોના સંક્રમણને લઈને ગામલોકો ભગવાન ભરોસે થઈ ગયા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/