મોરબી : હાલ મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 9ના રોજ મોરબીના વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં હરેશભાઇ ઉર્ફે હરી જલાભાઇ દેવસૂર (ઉ.વ. 23)ના મકાનમાંથી વ્હીસ્કીની 55 બોટલો ગેરકાયદેસર રીતે રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. તેમજ આરોપી હરેશ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide