મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલા વિઠ્ઠલનગરમાં રહેતા 37 વર્ષના યુવાન અને મોરબી શહેરના શનાળા રોડ પર સ્કાય મોલ પાછળ, હદાણી વાડીમાં રહેતા 62 વર્ષના વૃદ્ધ તેમજ મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાઇટિફિકની વાડી નજીક રહેતા 61 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણય દર્દીના સેમ્પલ રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા લઈ અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણય દર્દીના પુરા નામ જાણવા મળેલ નથી. જ્યારે આજે રવિવારે ત્રણ નવા કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 168 થઈ ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide