સુરેન્દ્રનગર: દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના કચેરી બહાર ધરણાં

0
15
/

સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટના આગેવાનો અને કાર્યકરોએ બેનરો અને પ્લે કાર્ડ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળતા દુષ્કર્મની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો હોવાનો અને સરકાર સંવેદનહિન બની ગઇ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન 2700 જેટલા દુષ્કર્મના બનાવો બન્યા છે ત્યારે રાજ્યમાં કોઇ પણ જગ્યાએ મહિલાઓ અને બાળાઓ સુરક્ષિત ન હોવાનુ પણ જણાવ્યું હતું. દુષ્કર્મના બનાવો અટકાવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવે તેમજ દુષ્કર્મના આરોપીઓને તાત્કાલીક અને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહેલ હતા.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/