મોરબી : ફટાકડામાં દેવી દેવતાઓના ફોટોગ્રાફ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા આવેદન

0
103
/

મોરબી: હાલ દિવાળીના તહેવારોમાં ફટાકડાના રેપર પર હિંદુ દેવીદેવતાઓ ના ચિત્ર અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું

અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તેમજ ગૌરક્ષા કમાન્ડો સહિતની સંસ્થાઓ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક છે જે દિવાળીમાં બજારોમાં ફટાકડા વેચાણ શરુ થઇ ગયેલ છે ફટાકડાના રેપર પર દેવી દેવતાઓ જેમકે હનુમાનજી મહારાજ કે લક્ષ્મીજીના ફોટો લગાવેલ હોય છે જેથી પ્રજાજનોની લાગણી દુભાય છે હાલમાં સરકારના પરિપત્ર મુજબ જો ફટાકડા રેપર પર દર્શાવેલ મુજબ દેવી દેવતાના ફોટોગ્રાફ હોય તો મેન્યુફેકચર તથા દુકાનદાર પર ફોજદારી કાયદાની ૨૯૫ એ મુજબ ગુન્હાને પાત્ર બને છે

તેના વિરુદ્ધ ફોજદારી ગુન્હો બને છે તેમજ ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ છે જેથી ફટાકડા ઉત્પાદકો અને વિક્રેતાઓને તાકીદે સંદેશ પરિપત્ર પાઠવી કાયદાનું પાલન કરે અને છતાં જો તેમાં કસુરવાન ઠરે તો કાયદાકીય પગલા લીન સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/