ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર

0
41
/

નામદાર હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા જેલવાસ હજુ વધુ લંબાયો

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમા કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર કરતા જયસુખભાઈ પટેલનો જેલવાસ લંબાયો છે.

135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા રેગ્યુલર જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ગત મુદતે સરકારી વકીલે જામીન માટે પોતાનું અડકતરું સમર્થન દર્શાવતા બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી.બીજી તરફ ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ હોય તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે.જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી હોવાની દલીલો બાદ આજે નામદાર હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર કરતો ફેંસલો આપતા જયસુખભાઈ પટેલનો જેલવાસ લંબાયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/